Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા સામે બિપિનચંદ્ર બાબુભાઇ જગદીશવાલાનાં આકરા પ્રહારો સામે નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાળાએ બચાવ કર્યો.

Share

ભરૂચ નગરપાલિકા સામે નિવૃત નાયબ કાર્યપાલક ઇજનેરે પત્રકાર પરિષદ યોજી ભરૂચ નગરની નગરપાલિકાની પીવાના પાણી અંગેની છણાવટ કરતાં ભરૂચ નગરપાલિકા પ્રમુખની વિદાય સાથે પાલિકાનાં માથે નર્મદા નિગમનાં પાણી બિલનાં રૂ. 25,86,10,075 નું દેવું થઈ ગયું છે તેમણે એવું જણાવાયું કે પાણીનાં કનેકશન દીઠ રૂ. 900 નાણાં લેવામાં આવે છે ત્યારે ભરૂચમાં આશરે 40 હજાર જેટલા કનેકશન છે પરંતુ જૂન 2016 થી અત્યાર સુધી નર્મદા નિગમને પાણીનું બિલ ચૂકવવામાં આવ્યું નથી એવો આક્ષેપ કર્યો હતો સાથે નર્મદા નિગમનાં દેવા માટે કોણ જવાબદાર ? અને પ્રજાએ પાણીનાં ભરેલ રૂપિયા કઈ ગયા ? તેવા પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા.

એમ પણ જણાવાયું કે પ્રજા પાસેથી દર વર્ષે રૂ. 900 લેખે જે રકમ ઉધરાવાય છે તે રકમ કઈ ગઈ આ અંગે બિપિનચંદ્ર બાબુભાઇ જગદીશવાલાએ રીટ પિટિશન ફાઇલ કરવા અંગેની તૈયારી બતાવી હતી. વધુમાં તેમણે જણાવ્યુ કે તેમણે જયારે ઉપવાસ આંદોલન કરેલું હતું ત્યારે તેમને જે વિકાસનાં કામો અંગે માંગણી કરી હતી તે વિકાસનાં કામો થયા નથી તેવા આક્ષેપ કર્યા હતા. મુખ્ય રસ્તા બાગ-બગીચા, ડોર ટુ ડોર કચરો ઉધરવાની પ્રથા, આંતરિક રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટો વગેરેની સમસ્યા અંગે તેમજ પાંચબત્તી ખાતેનું પાલિકાનું રેસ્ટ હાઉસ અને રંગ ઉપવનમાં કેટલી આવક અને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી ? પ્રાથમિક સારવાર કેન્દ્રો, શાળાઓ વગેરેમાં કેવી સગવડો ઊભી કરવામાં આવી તે અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

Advertisement

બિપિનચંદ્ર બાબુભાઇ જગદીશવાલાની પત્રકાર પરિષદ સામે જવાબ આપતા ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાળાએ જણાવ્યુ હતું કે નર્મદા નિગમનાં બાકી પડતાં પાણી વેરા સામે નગરપાલિકા દ્વારા વિવિધ ઉધરાણી અને કાર્યવાહી ચાલી રહી છે આ સાથે નળ કનેકશન કાયમી કરવા માટે ચાલતી કાર્યવાહી કરવા અંગે માહિતી આપી એમને એવું પણ જણાવ્યુ કે ભરૂચનાં લોકોને પાણી પહોંચાડવામાં જે ખર્ચો થાય છે તેની સામે આવક થતી નથી તેથી આવનારા દિવસોમાં એવું નક્કર આયોજન કરવામાં આવશે અને પ્રજા પાસેથી વેરાના નાણાં ઉધરવામાં આવશે એમ નગરપાલિકા પ્રમુખે જણાવ્યુ હતું.


Share

Related posts

ભરૂચનાં નબીપુરમાં 80 વર્ષીય વૃદ્ધની હત્યામાં ચાર લોકોની ધરપકડ.

ProudOfGujarat

નાસ્તો ફરતો આરોપીને પકડી પાડતી ભરૂચ એ ડિવિઝન પોલિસ..

ProudOfGujarat

અમદાવાદ : સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટસની મજા માણતી યુવતી નદીમાં પડી, ટીમે દિલધડક રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!