રેલ્વે ગોદી વિસ્તારમાં અનાજ પર જીપ્સમ લાગતું હોવાનું એક જાગૃત નાગરિકનો આક્ષેપ…વીડિયો વાયરલ થયો
ભરૂચ જિલ્લામાં ગરીબ લોકોને તેમજ ગરીબીની રેખા નીચે જીવતા લોકોને સરકાર દ્વારા અનાજ પુરૂ પાડવામાં આવે છે. આ પુરા પડાતા અનાજ ને સસ્તા અનાજની યોજના કહેવામાં આવે છે. પરંતુ એક જાગૃત નાગરિક એવા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સેજલ દેસાઈ ના જણાવ્યા અનુસાર જીપ્સમ વાળું અનાજ ગરીબોને આપવામાં આવી રહ્યું છે. આ અંગે નો વિડીયો પણ તેમને વાયરલ કરેલ છે. આ જીપ્સમ શું છે એ અંગે પ્રાઉડ ઓફ ગુજરાતની ટીમે તપાસ કરતા જીપ્સમ વાળું અનાજ જો ખાવામાં આવે તો તે માનવીના આરોગ્યને ગંભીર અસર પહોંચાડી શકે છે. અને તેનાથી થતી બીમારી ની સારવાર પાછળ મોટો ખર્ચ થઈ શકે તેમ છે. હવે આ જીપ્સમ સરકારી અનાજ પણ લાગે છે કઈ રીતે તેની વિગત જોતા સેજલ દેસાઈ દ્વારા વાયરલ કરાયેલ વિડીયો દર્શાવાયું છે તેમ રેલ્વે ગોદી વિસ્તારમાં પડી રહેતાં અનાજના જથ્થા કે જે ગરીબ લોકોને સસ્તા અનાજની યોજના હેઠળ આપવામાં આવે છે. તેની પર નાના રજકણ સમાં જીપ્સમ લાગતા આ જીપ્સમ વાળું અનાજ માનવીના શરીરને આરોગ્યની દ્રષ્ટિએ ઝેરીલી અસર પહોંચાડી શકે તેમ છે. આ અંગે યોગ્ય તપાસ કરી તાત્કાલિક ઘટતી અને અસરકારક કામગીરી કરવા અપીલ કરવામાં આવી છે.