ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ નર્મદા નદી પરનાં કેબલ બ્રિજ પર પૂઠ્ઠા ભરેલ આઇસર ટેમ્પામાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.
આજે બપોરનાં સમયે એક પૂઠ્ઠા ભરેલ આઈસર ટેમ્પો કેબલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો જેમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આઈસર ટેમ્પામાં પૂઠ્ઠા હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. આવા દ્રશ્યો સર્જાતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું જોકે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચ ફાયર બ્રિગેડનાં જવાનોએ ખુબ જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સી ડિવિઝન પોલીસે સમયસરની કાર્યવાહી કરી હતી જોકે આ બનાવમાં કોઇ જાનહાની થઈ ન હતી થોડા સમય માટે કેબલ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
Advertisement