Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના ઝાડેશ્વર ચોકડી હાઇવે ઉપર રજપૂત કરણી સેના એ ફિલ્મ પદ્માવત ના વિરોધ માં ચક્કાજામ કરી ટાયરો સળગાવી એક કાર ના કાંચ તોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું.

Share

-ફિલ્મ પદ્માવત ને લઇ આજ રોજ ભરૂચ ના ઝાડેશ્વર ખાતે રજપૂત કરણી સેનાએ નેશનલ હાઇવે ૮ ઉપર ટાયરો સળગાવી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો….રજપૂત કરણી સેના ના યુવાનો એ હાઇવે ઉપર બપોર ના સમયે ઢસી જઇ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે થોડા સમય માટે મામલો ગરમાતા રસ્તા ઉપર થી પસાર થવાના પ્રયત્નો કરનાર વાહનો  ના કાંચ પણ તોડવામાં આવતા  ભારે દોઢધામ મચી હતી………
રજપૂત કરણી સેના ના કાર્યકરો ના વિરોધ ના પગલે ઝાડેશ્વર ચોકડી ખાતે ના હાઇવે ઉપર એક સમયે વાહનો ની લાંબી કતારો લાગી હતી સાથે કરણી સેનાએ પદ્માવત ફિલ્મ ને ભરૂચ ના થિયેટરો માં રિલીઝ કરવામાં આવશે તો થિયેટરો સળગાવવા ની ખુલ્લી ચીમકી પણ કરણી સેના તરફ થી ઉચ્ચારી હતી સાથે સાથે  ફિલ્મ ને ન જોવા જવા લોકો ને અપીલ પણ કરવામાં આવી હતી…..
કરણી સેના ના ઉગ્ર વિરોધ પ્રદર્શન ને લઇ એક સમયે હાઇવે ઉપર ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો સાથે જ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક નો કાફલો પણ ઘટના સ્થળે દોડી જઈ સળગતા ટાયરો ને રસ્તા ઉપર થી હટાવી મામલા ને શાંત પાડ્યો હતો ….
હારૂન પટેલ

Share

Related posts

ઝઘડિયાના વલી ગામે આંકડાનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં શરીર પર ફોલ્લીઓ અને તાવથી 5 બાળકોના મોત, 100 થી વધુ બીમાર, વિચિત્ર બીમારીથી લોકોમાં ડર

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા માર્ગ પર સોમવારની મોડી રાત્રે બેફામ ઝડપે આવતી ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના ગંભીર ઇજાને કારણે મૃત્યુ નીપજયા હતા.

ProudOfGujarat
error: Content is protected !!