તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવેલ ત્રણ કૃષિ બિલ રદ કરવા અંગેની રજૂઆત કરતું આવેદનપત્ર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દેશનાં વડાપ્રધાનને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર મારફત પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રમાં લાવેલ ત્રણ કૃષિ બિલ દેશનાં ખેડૂતોને મંજૂર નથી તેથી દિલ્હીમાં દેશભરનાં ખેડૂતો દ્વારા આંદોલનો થઈ રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતો પર લાઠી ચાર્જ તેમજ વોટરકેનન દ્વારા પાણીનો મારો ચલાવી દમન ગુજારાવામાં આવી રહ્યું છે તેની રાષ્ટ્રીય કિસાન પરિષદ ભરૂચ જીલ્લો સખત શબ્દોમાં નિંદા કરે છે અને નવા લવાયેલા ત્રણ કૃષિ બિલો હાલ તુરંતમાં રદ નહીં કરવામાં આવે તો ગુજરાતનાં ખેડૂતો સાથે રાષ્ટ્રીય કિસાન પરિષદ ભરૂચ જીલ્લો રસ્તા ઉપર ઉતરશે અને કેન્દ્ર સરકાર સામે સખત આંદોલન કરશે આ સાથે દિલ્હીમાં ચાલતા આંદોલનને સમર્થન આપવામાં આવેલ છે. આવેદનપત્ર પાઠવવામાં જશવંતસિંહ ગોહિલ, સેજલ દેસાઇ, ધવલ કનોજીયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ બિલ રદ કરવા અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.
Advertisement