ભરૂચ પંથકમાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે અને ઓવરલોડેડ ડમ્પરો વહન થાય છે ત્યારે સાંસદ મનસુખ વસાવાનાં ખુલ્લા આક્ષેપનાં પગલે ખાણ અને ખનીજ ખાતું હરકતમાં આવ્યું હતું. રેતી ખનન મામલે ખાણ ખનીજની ટીમ અને તાલુકા મામલદારએ સપાટો બોલાવ્યો હતો અને ઝઘડિયા તાલુકાનાં ગોવાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા 6 ડમ્પરોને પકડયા હતા. જેઓ રેતીનું વહન અને ખનન ઓવરલોડેડ અને રોયલ્ટી વગર કરતા હતા. અગાઉ સાંસદ મનસુખ વસાવાએ પણ ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી હતી. આ પગલાંથી ગેરકાયદેસર રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આવનાર સમયમાં પણ આવી કાર્યવાહી ખાણ અને ખનીજ શાખા દ્વારા કરવામાં આવે તેવી સંભાવના છે.
Advertisement