Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા ખાતે ભાજપનાં નવા જીલ્લા પ્રમુખનાં સન્માનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો.

Share

ભરૂચ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય એવાં મારૂતિસિંહ અટોદરિયાની ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ પદે વરણી કરવામાં આવી જેના પગલે ભરૂચ નગરપાલિકા ખાતે સન્માનવામાં આવ્યા.

નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલા, ઉપપ્રમુખ ભરતભાઈ શાહ તેમજ નગરપાલિકાનાં વિવિધ સમિતિનાં ચેરમેનો અને સભ્યો તેમજ નગરપાલિકાનાં ચીફ ઓફિસર સંજય સોની અને અન્ય કર્મચારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મારૂતિસિંહ આટોદરિયાએ જણાવ્યુ હતું કે નગરપાલિકાનાં સભ્યથી લઈને ભરૂચ જીલ્લાનાં ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકેની વરણીની યાત્રા લોકો વચ્ચે રહીને રાજકીય જીવન જીવવાનું અને લોકોના કાર્યો કરવાનું પરિણામ છે સાથે તેમણે નગરપાલિકા સભ્યોને લોકો વચ્ચે રહેવાની સલાહ આપી હતી. આ સન્માન સમારોહ પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો અને ભાજપ ભાન ભુલ્યું હોવાના દ્રશ્યો સાથે વડાપ્રધાન મોદીના ‘દો ગઝ કિ દુરી’ નાં સંદેશનો જાહેરમાં છેદ ઉડાડાયો હતો.

Advertisement

Share

Related posts

પાલેજ ખાતે બુથ સ્તરનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

મોબાઇલના વિક્રેતાને ડિફોલ્ટ ચેક આપી 11 લાખથી વધુની છેતરપિંડી કરનારને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચ ઝઘડિયા ના વાઘપરા ગામ નજીક હાઇવા ટ્રકે મોટરસાયકલ સવાર ને અડફેટે એક નું મોત તેમજ અન્ય એક ને ઈજાઓ પહોંચી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!