ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં આજે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ દેશનાં રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
તે અગાઉ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પ્લેકાર્ડ દ્વારા તાજેતરમાં પસાર થયેલ કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો અને તે સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ખેડૂત વિરોધી ત્રણ કૃષિ સંબંધિત કાળા કાયદાઓ પાછા ખેંચો તેમજ બંધારણીય અધિકારથી સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આંદોલન કરતાં ખેડૂતોને રક્ષણ આપવા બાબત રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દિલ્હીની આજુબાજુની સરહદ ઉપર તેમજ દિલ્હીમાં હાલ જે ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે તે વ્યાજબી છે ત્યારે ખેડૂતો પોતાની વ્યાજબી માંગણી માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે સરકાર દિલ્હીનાં ખેડૂતો પર દમણ ગુજારી રહી છે ત્યારે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂત વિરોધી કૃષિ કાયદા કાયદાકીય રદ કરવાની માંગણી સાથે ખેડૂત લડતને પોતાનું સમર્થન આપ્યું હતું તેમજ જે ખેડૂત પોતાનાં હિતોનાં રક્ષણ માટે લડત આપી રહ્યા છે તેમણે સરકાર તરફથી હેરાનગતિ ન કરવામાં આવે અને રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ તેજપ્રીત શોખી, નગરપાલિકા વિરોધપક્ષનાં સમસાદ અલી સૈયદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપ્યું…
Advertisement