તાજેતરમાં ઝડપી ઔદ્યોગીકરણ પામેલ વાગરા તાલુકાનાં વિવિધ ગામોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જણાઈ રહ્યો છે કંપનીઓ દ્વારા તેમની આજુબાજુનાં ગામો ખાતે પ્રાથમિક ચીજ વસ્તુઓની સુવિધા પૂરી પાડવામાં કંપનીઓ મહત્વની ભૂમિકા ભજવે તેવી ગાઈડલાઇન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ હેતુસર જ ખેડૂત પાસે જમીન સંપાદન કરવામાં આવ્યા છે જેમાં ખેડૂતોનાં સંતાનોને રોજીરોટી અને ગામનાં વિકાસ અંગે કંપનીની ભૂમિકા મહત્વની રહેશે પરંતુ ઘણી કંપનીઓ જેવી કે વાલિયા તાલુકા સ્થિત યુ.પી.એલ. કંપની આવી ફરજો પૂરી કરવામાં નિષ્ફળ નીવડી છે
જેથી પણિયાદરા ગામનાં લોકોને પીવાનું પાણી નિયમિત અને પૂરતાં પ્રમાણમાં મળતું નથી જે અંગે ગામનાં લોકોએ કંપનીને તેમજ તાલુકા મામલતદાર કક્ષા અને જીલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ રજૂઆતમાં જણાવ્યા મુજબ તા. 3/12/2020 નાં રોજથી યુ.પી.એલ. કંપનીની બહાર ગ્રામજનોએ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરતાં આ વિસ્તારમાં ગરમાવો આવી ગયો હતો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
ભરૂચ : વાગરાનાં પણિયાદરા ગામ ખાતે યુ.પી.એલ કંપની બહાર ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું.
Advertisement