ભરૂચ રોટરી કલબ દ્વારા કોરોના સામેના જંગ અર્થે લોકોને વિવિધ સાધન સજ્જ કરવામાં આવ્યા હતા. જેની શરૂઆત ધારાસભ્ય દુષ્યંત પટેલનાં હસ્તે કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ કોરોનાં મહામારી જણાઈ રહી છે. ત્યારે રોટરી કલબ દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લાનાં પી.એચ.સી અને સી.એચ.સી અર્બન સેન્ટર ખાતે લોકો કોરોના સામે રક્ષણ મેળવી શકે તેમજ તેની સામે સુસજ્જ થઈ શકે તે માટે સામાજિક સેવાનું કાર્ય કરતી રોટરી કલબે વિવિધ સુવિધા ઉભી કરી છે. જેનું ઉદ્ધઘાટન ધારાસભ્ય દુષ્યંત પટેલે કર્યું હતું. ભરૂચ રોટરી કલબના હાલના પ્રમુખ તલકીન ઝમીનદારે અને મંત્રી રિઝવાના ઝમીનદારે જણાવ્યું કે રૂ. 31 લાખ કરતા વધુ ખર્ચે ભરૂચ જિલ્લાનાં તમામ પી.એચ.સી અને સી.એચ.સી સેન્ટરો ખાતે સેનિટાઇઝેશન, ઓક્સિમીટર, થર્મોગન, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ વગેરે સુવિધા ઉભી કરવામાં આવશે જેનો પ્રારંભ વેજલપુર અને લાલબજાર આરોગ્ય કેન્દ્ર ખાતેથી ધારાસભ્ય દુષ્યંત પટેલનાં હસ્તે કરવામાં આવ્યો હતો. માત્ર 15 દિવસમાં જ સમગ્ર ભરૂચ જિલ્લાનાં તમામ સરકારી આરોગ્યધામ ખાતે રોટરી કલબની આ સુવિધા પહોંચી જશે. આજે ઉદઘાટન પ્રંસગે પાસ્ટ રોટરી પ્રમુખ ડો. અશોક કાપડિયા, તેમજ મનીષ પોદ્દાર અને રોટરી ક્લબનાં સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં.
ભરૂચ જિલ્લામાં કોરોનાં મહામારી સામે રોટરી કલબનું અનોખું યોગદાન…ધારાસભ્ય દુષ્યંત પટેલનાં હસ્તે વેજલપુર અને લાલબજાર આરોગ્યધામ ખાતે સુવિધાની શરૂઆત….
Advertisement