ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં ઝડપી ઔદ્યોગીકરણ સાથે વિવિધ કંપનીઓ કાર્યરત થઈ છે આવી કંપનીઓએ સરકારી ધારા ધોરણ મુજબ અને માનવતાની રૂએ આજુબાજુનાં ગામોને પીવાના પાણી, રસ્તા અને અન્ય સગવડ અને સવલત આપવી જોઈએ પરંતુ વાગરા તાલુકાનાં પણીયાદરા અને પાદરિયા ગામનાં લોકોને શિયાળાનાં સમયમાં પણ પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. પીવાના અને વપરાશનાં પાણી લેવા માટે ગામનાં પાદરે ટેન્કર આવતા લૂંટફાટ જેવો માહોલ થાય છે જેથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગ્રામજનોએ તંત્રને રજુઆત પણ કરી છે.
પણિયારાદરા ગામનાં લોકોએ ગતરોજ તા. 1/12/2020 નાં રોજ પાણીની સમસ્યા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ આવનારા દિવસોમાં જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા અંગે ચીમકી આપી હતી. પણીયાદરા અને પાદરિયા ગામનાં લોકોએ પાણીની સમસ્યા અંગે આવેદનપત્ર આપતા પહેલા રજૂઆત પણ કરી હતી પરંતુ આસપાસનાં વિસ્તારોમાં આવેલ કંપનીનાં કર્તાહર્તાઓનું પેટનું પાણી હલતું નથી. આવનારા દિવસોમાં વાગરા તાલુકાનાં પણીયાદરા અને પાદરિયા અને અન્ય ગામનાં લોકો પીવાના પાણીની સમસ્યા અંગે ઉગ્ર આંદોલન કરે સંભાવના જણાઈ રહી છે.
ભરૂચ : વાગરા તાલુકાનાં પણીયાદરા અને પાદરિયા ગામનાં લોકોને પાણીનાં વલખાં… ભર શિયાળાની આ પરિસ્થિતિ તો ઉનાળામાં કેવી હાલત સર્જાશે… ?
Advertisement