ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વધુ એકવાર ટ્રાફીકજામની સમસ્યા સર્જાતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. મળતી માહિતી મુજબ સરદાર બ્રિજ પર રસ્તા રિપેરિંગ કાર્યને લઈને વાહનોની ગતિ ધીમી પડતાં ટ્રાફીકજામની સમસ્યા વધુ વકરી રહી છે. આ અગાઉ પણ અનેકવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફીકજામની સમસ્યા સર્જાવાનાં બનાવો બન્યા હતા પરંતુ તંત્ર દ્વારા કાયમી ધોરણે આ સમસ્યા અંગે કોઈ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો નથી હાલમાં પણ મુલદ ટોકનાકાથી નર્મદા ચોકડી સુધીનાં માર્ગ પર ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ છે જેના પગલે વડોદરાથી સુરત જતાં અનેક વાહનો ટ્રાફીકજામમાં ફસાયા છે કલાકો સુધી ટ્રાફીકમાં રહેવાના પગલે વાહનચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે.
Advertisement