Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હાંસોટનાં ટાકવાડા વિસ્તારમાંથી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લાનાં હાંસોટ પંથકમાંથી જંગી વિદેશી દારૂ ઝડપાતા સનસનાટી ફેલાઈ ગઈ છે. આ અંગે પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પી.આઇ કે.એમ ચૌધરી તેમજ તેમના પોલીસ સ્ટાફને મળેલ બાતમી મુજબ હાંસોટ ટાઉનમાં રેડ કરતાં ટાકવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી બોટલો તથા ટીન કુલ નંગ 2828, મળી કુલ કિંમત 3 લાખ કરતાં વધુનો જંગી વિદેશી દારૂ ઝડપાયો હતો. આ બનાવ અંગે બે આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે જેમાં મુજ્જ્મીલ ઉર્ફે મુન્નો બશીર શેખ રહે. હાંસોટ ટાકવાડા જી.ભરૂચ તેમજ મુજ્જફિર હાંસોટને વોન્ટેડ જાહેર કરાયા છે. હાંસોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ-બોપલ કસ્ટોડિયલ ડેથ: ગ્રામ્ય પોલીસે આરોપીના હાથ-પગના નખ ખેંચી વીજ કરંટ આપતા મોત થયાનો ઘટસ્ફોટ

ProudOfGujarat

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી પોલીસ સ્ટેશનમાં પોલીસવડાનાં અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!