એ.પી.એમ.સી. વાલીયાનાં પ્રમુખ તથા ઉપપ્રમુખની બીજી ટર્મ માટેની ચૂંટણી તા. ૦૧-૧૨-૨૦૨૦ નાં રોજ નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જીલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ – ભરૂચની અધ્યક્ષતામાં બજાર સમિતિ વાલીયાનાં કાર્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે સંદિપસિંહ માંગરોલાનાં નામની એક જ દરખાસ્ત રજૂ થતા સંદીપસિંહ માંગરોલાની ફરી એકવાર ચેરમેન તરીકે બિનહરીફ વરણી થયેલ છે તેમજ બજાર સમિતિની મળેલ સામાન્ય સભામાં વાઇસ ચેરમેન તરીકે હાર્દિકસિંહ વાંસદીયાની પણ બિનહરીફ વરણી થયેલ છે. આ પ્રસંગે સહકારી અગ્રણીઓ બળવંતસિંહજી ગોહિલ, માનસિંહ ડોડીયા, મહેન્દ્રસિંહ કરમરિયા, સુરેન્દ્રસિંહ અટોદરિયા, પ્રોફેસરશ્રી દીપસિંહભાઈ વસાવા વગેરે અગ્રણીઓ, બજાર સમિતિનાં સભ્યો તથા ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા. તેઓ દ્વારા સંદિપસિંહ માંગરોલા તથા હાર્દિકસિંહ વાંસદીયાને અભિનંદન સહિત એ.પી.એમ.સી.ની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સંદિપસિંહ માંગરોલાનાં નેતૃત્વમાં મુખ્ય યાર્ડ વાલીયા અને સબ યાર્ડ નેત્રંગનો ખુબ વિકાસ થવા પામેલ છે અને ખેડૂતલક્ષી માળખાગત સુવિધાઓ જેવી કે, અનાજ સફાઇ કેન્દ્ર, કોલેડ સ્ટોરેજ, સોઇલ ટેસ્ટીંગ લેબ, ગોડાઉન સુવિધામાં વધારો કરેલ છે. કપાસ પકવતા ખેડૂતો માટે જીનીંગ ફેસીલીટી ઉભી કરી આ વિસ્તારનાં ખેડૂતોનાં ખેત પેદાશનાં પાકોનું મુલ્યવર્ધન થાય તેમજ ખેડૂતોને બજારધારા તથા સરકારી યોજના અંતર્ગત મળવાપાત્ર સહાયો મળે અને ગરીબ તથા આર્થિક રીતે પછાત આદિવાસી ખેડૂતોને આર્થિક રીતે લાભ થાય તે માટે સતત કાર્યશીલ રહ્યા છે.
ખેડૂતોને જ્યારે બજારમાં ભાવ નીચા મળતા હોય ત્યારે પોતાના પાકનાં પૂરતા નાણાં મળી રહે તે માટે વાલીયા એ.પી.એમ.સી. સરકારની એમ.એસ.પી. મુજબ તુવેર, હળદર, મગ, કપાસ, ચણા વગેરેની ખરીદી કરી માત્ર વાલીયા તાલુકામાં જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી ખેડૂતોના પાકની ખરીદી કરી ખેડૂતોને પોતાના પાકનું ચૂકવણું પણ સમયસર છેલ્લા પાંચ વર્ષથી કરતી આવી છે અને ખેડૂતોને આર્થિક રીતે લાભ અપાવે છે. સંદિપ માંગરોલાએ ખેડૂતોને પોતાનો પાક બજાર સમિતિનાં માધ્યમથી વેચવાનો આગ્રહ રાખવા વિનંતી કરી છે જેથી કરીને ખેડૂતોનાં નાંણા પણ સુરક્ષીત રહે. સંદિપસિંહ માંગરોલાના પ્રમુખપણા હેઠળ એ.પી.એમ.સી વાલીયાની વાર્ષિક આવકમાં પણ ઘણો વધારો થવા પામેલ છે અને ભરૂચ જીલ્લાના અંતરિયાળ વિસ્તારની અગ્રેસર એ.પી.એમ.સી.ઓમાં વાલીયા એ.પી.એમ.સી. નામના મેળવી રહી છે.
ભરૂચ : એ.પી.એમ.સી. વાલીયાનાં ચેરમેન પદે સંદિપસિંહ માંગરોલા તથા વાઇસ ચેરમેન પદે હાર્દીકસિંહ વાંસદીયાની બિન હરીફ વરણી…
Advertisement