સિવિલ હોસ્પિટલ ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દીઓ માટે મહત્વનું આરોગ્યધામ છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલનાં ખાનગીકરણ બાદ એક પછી એક વિવાદ સપાટી પર આવવા માંડયા છે. પાણીની તંગી અને ત્યારબાદ વીજ ધાંધિયા અને હવે મેડિકલ વેસ્ટ અંગે લાપરવાહી છતી થઈ છે.
જે જંગી જથ્થામાં મેડિકલ વેસ્ટ તેમજ પી.પી.ઇ. કીટ મળી આવેલ છે. તે જોતા 10 થી 15 દિવસો સુધી મેડિકલ વેસ્ટ ભેગું કર્યા બાદ તેને સિવિલ પ્રિમાઇસિસમાં ફેંકવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે આ અંગે જવાબદારો સામે પગલાં ભરવા લોકમાંગ ઉભી થઈ છે. જોકે જી.પી.સી.બી એ તપાસની શરૂઆત કરી છે.
Advertisement