ભરૂચ જીલ્લામાં દરરોજ વાતાવરણ બદલાઈ રહ્યું છે કયારેક ઠંડીનો ચમકારો તો કયારેક ગરમીનું વાતાવરણ ભરૂચ જીલ્લામાં જણાઈ રહ્યું છે. એક દિવસ ઠંડી તો એક દિવસ ગરમીનાં કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વહેલી સવારથી જ પવનની ગતિનાં આધારે ભરૂચ જીલ્લામાં ગરમીનું પ્રમાણ નક્કી થાય છે જેમ કે છેલ્લા બે-ત્રણ દિવસથી પવનનાં સુસવાટા હોવાના પગલે ઠંડીનો ચમકારો વધુ લાગતો હતો પરંતુ આજે એટલે તા. 1/12/2020 નાં રોજ પવનની ગતિ ખૂબ ઓછી થઈ જતાં ઠંડીનો ચમકારો સમી ગયો છે તેવી જ રીતે આવતી કાલે તા. 2/12/2020 નાં રોજ પવનની ગતિ આશરે 10 કિમી પ્રતિ કલાક નોંધાશે અને તેની સાથે પણ લધુત્મ તાપમાન ઓછું થશે તેથી ઠંડીનો ચમકારો ઓછો થશે. આમ જીલ્લાનાં રહીશો એક દિવસ ઠંડી તો એક દિવસ ગરમીનું વાતાવરણ સહન કરતાં હોય ભરૂચ પંથકમાં શરદી, ખાંસી અને તાવ જેવો રોગચાળો ફેલાયો છે.
Advertisement