વર્ષ 2020 નાં અંતિમ દિવસોની શરૂઆત થઈ ચૂકી છે કેટલાક લોકો વર્ષ 2020 ને અપશુકનિયાળ વર્ષ તરીકે પણ માની રહ્યા છે ખાસ કરીને ભરૂચ જીલ્લામાં આ વર્ષને સાવ અપશુકનિયાળ વર્ષ તરીકે માનવમાં આવે છે. આ જ વર્ષ દરમિયાન ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અહેમદભાઈ પટેલનું અવસાન થયું તે ઉપરાંત ભરૂચ જીલ્લાનાં ઘણા મોભીઓ કોરોનાનાં પગલે અવસાન પામ્યા. આવનારા દિવસોમાં ભરૂચ જીલ્લામાં બેકારી કેવી રીતે વધશે તે અંગેની વિગત જોતાં ભરૂચ જીલ્લાની ઘણી એવી ઔદ્યોગિક વસાહતો છે જેમાં આવેલ મોટા અને તોતિંગ કારખાના અને કંપનીઓનાં સંચાલકો તેમના કર્મચારી અને કામદારોને છૂટા કરવા માંગે છે. કોરોના મહામારીનાં પગલે આર્થિક ભીંસનાં કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું છે ત્યારે નવેમ્બર માસમાં દિવાળી હોવાના પગલે દિવાળીની સામે કોઈને છૂટા કરવાં, નોકરી છીનવવી અને બેકાર બનાવવા યોગ્ય ન ગણાય તેથી કંપનીનાં માલિકોએ નવેમ્બર માસ વીતવા દીધો પરંતુ હવે ડીસેમ્બર માસનાં દિવસો શરૂ થઈ ગયા છે ત્યારે કંપનીનાં સંચાલકો કર્મચારી અને કામદારોની છટણી કરવા અંગે આયોજન કરી રહ્યા છે એટલે એમ કહી શકાય કે આવનારા દિવસોમાં ભરૂચ જીલ્લામાં બેકારીનું પ્રમાણ વધશે એમ જણાઈ રહ્યું છે.
ભરૂચ : વર્ષના અંતિમ દિવસો દરમિયાન ભરૂચ જીલ્લામાં બેકારી વધે તેવી સંભાવના.
Advertisement