ગ્રામજનો વાહનો લઈને પાણી ભરવા આવી રહ્યા છે લીકેઝ વાલ ઉપર લીલના થર બાજી ગયેલા હોવા છતાં લોકો પીવા માટે પાણી ભરવા કતારો લગાવી રહ્યા છે. તવરા ગામના મુખ્ય માર્ગ ઉપરનાં લીકેઝ વાળમાંથી લોકો પાણી વપરાશ માટે ભરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાંથી નર્મદા નદી વહેતી હોવા છતાં લોકોએ પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય ત્યારે તવરા ગામના મુખ્ય માર્ગ ઉપર લીકેઝ વાલ ઉપર લીલનું સામ્રાજ્ય જામેલું હોવા ચાત લોકો વાહનોમાં પાણી ભરીને લઇ જતા નજરે પડી રહ્યા છે.
જનોર તવરા તરફ જતી પીવાના પાણીની પાઇપલાઈન નો વાલ તવરા નજીક મુકવામાં આવ્યો છે. જે વાળ લીકેઝ હોવાથી તેમજ વાલ ઉપર લીલાના સામ્રાજ્ય હોવા છાતા પણ લોકો મજબુરીમાં પીવાનું પાણી મળી રહે તે માટે રીક્ષા, ઈકો, ટૂ વ્હીલર ગાડી ઉપર સાધનો લઇ આવી લીકેઝ વાલમાંથી પાણી ભરીને લઇ જતા નજરે પડી રહ્યા છે.
જો કે નર્મદા કાંઠે વસતા લોકોની હાલત ભર શિયાળે આવી હોય તો ઉનાળામાં શું પરિસ્થિતિ થતી હશે ? લીકેઝ વાલ ઉપર સંખ્યાબંધ લીલાના થર જામેલા હોવા છતાં ગ્રામજનો આવું દુર્ગંધ વાળું પાણી પણ આરોગી રહ્યા છે. લીકેઝ વાલ ઉપર પાણી ભરવા માટે કેટલાક લોકો પ્લાસ્ટીકની પાઈપ સાથે લાવીને પાણી ભરી રહેલા નજરે પડી રહ્યા છે. તો જે લીકેઝ વાલ છે તેનું તમામ વેળફાટ થતું પાણી નજીકના તળાવ માં જઈ રહ્યું છે. તો આ તળાવમાં પણ મગરોની સંખ્યા વધુ હોવાથી ગ્રામજનોએ મગર પકડવા માટે તળાવ નજીક પાંજરા મુકેલા નજરે પડી રહ્યા હતા.
વિકાસની વાત કરનાર ‘ હું છું વિકાસ હું છું ગુજરાત’ ની વાત કરાનારઓએ સમગ્ર વિડીયો નાં અહેવાલ બાદ ગ્રામજનોને પીવાનું પાણી મળી રહે તેવી સગવડ કરવાની જરૂર છે.
તાવારા નજીકના લીકેઝ વાલ ઉપરથી અનેક ગામના ગ્રામજનો પાણીનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.