ભરૂચ જિલ્લામાં ગુરુ નાનક જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ સાથે આ પર્વનો સીધો સંપર્ક છે જેમ કે ભરૂચમાં પ્રસિદ્ધ ચાદર સાહીબ ગુરૂદ્વારાનો ઇતિહાસ જણાય છે. જેમ કે ગુરુનાનક સાહેબ દ્વારા ચાદર પર બેસીને નર્મદા નદીને પાર કરી હતી. તેમની આબેહૂબ પોટ્રેટ કોઈ ચિત્રકાર શ્રદ્ધાળુ દ્વારા બનાવી ગુરુદ્વારાને ભેટ આપવામાં આવી છે. જેને જોઈને દર્શને આવતા લોકો નાનકજીનાં ચમત્કારનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
ગુરુદ્વારામાં સોમવારે 551 મી નાનક જ્યંતીની ઉજવણી કરાઈ હતી ભરૂચ સહિત સમગ્ર દેશમાં સોમવારે કોવિડ 19 ની ગાઈડલાઈન વચ્ચે ગુરુનાનકજી સાહેબનો 551 મો જન્મ જયંતી મહોત્સવ ઉજવાયો હતો. શીખ ધર્મના સ્થાપક ગુરુનાનકજીએ ચારેય દિશાઓમાં ફરીને માનવતાનો પ્રચાર કર્યો હતો.ગુરુ નાનકજી ઈ.સ 1510 થી 1515 માં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા અને ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. જે ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલી ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરુદ્વારા નામથી પ્રચલીત થઈ છે. આ ગુરુદ્વારા પર આજે પણ દુર-દુરથી શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે.
ભરૂચ શહેરમાં કસક વિસ્તારમાં આવેલા ચાદર સાહીબ ગુરુદ્વારા ખાતે સોમવારે ગુરુ નાનકજીની 551 મી જન્મ જયંતિની ભવય ઉજવણી કરાઈ હતી. લોકો ગુરુદ્વારા જઈને દર્શન કરે છે, ગીતો ગાય છે અને સામાન્ય રીતે ગુરુનાનક જયંતીના આગલા દિવસે અખંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. જેમાં વહેલી સવારથી જ સત્સંગ, કીર્તન અને ગુરુગ્રંથ સાહેબના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે.
ભરૂચની ગુરૂદ્વારા શીખ સમુદાય માટે આસ્થાનું ખાસ કેન્દ્ર સમાન છે. ભરૂચની ચાદર સાહીબ ગુરુદ્વારા સાથે ગુરુનાનકજીનો પ્રસંગ જોડાયેલો છે જેની લોક વાયકા મુજબ ગુરુનાનકજી જયારે ધર્મના પ્રચાર અર્થે ચારેય દિશાઓમાં નીકળ્યા હતા. તે સમયે તેઓ ભરૂચમાં ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણ માટે આવી પહોંચ્યા હતા. રાત્રીના નર્મદા નદીમાં નાવડી નહીં ચલાવવાનું નવાબનું ફરમાન હોવાથી નાનકજીએ તેમના શિષ્યને ચાદર પાથરવા જણાવ્યું હતું. ત્યાર બાદ બંનેએ ચાદર પર બેસીને નર્મદા નદીને પાર કરી હતી. ત્યારથી અહીંયા બનેલા ગુરુદ્વારાને ચાદર સાહીબ ગુરૂદ્વારાના નામથી ઓળખવામાં આવે છે. કોરોનાનાં પગલે આ વર્ષે બહારના લોકો નહીં આવી શકે તેમજ સાદગીથી કોરોના ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચનાં કસક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતે ગુરુનાનકની 551 મી જ્યંતીની ઉજવણી કરવામાં આવી.
Advertisement