ભરૂચ જિલ્લાની ભરૂચ, જંબુસર, અંકલેશ્વર અને આમોદ નગરપાલિકા અને ભરૂચ જિલ્લાની તમામ પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂરી થવાની તૈયારી છે. ગણતરીના દિવસોમાં લોક પ્રતિનિધિઓની મુદત પૂરી થવાની તૈયારી માં છે. ત્યારે કોરોના મારામારીના પગલે ચૂંટણીઓ યોજાઈ નથી. તો બીજી બાજુ મુદત પુરી થતા લોક પ્રતિનિધિઓ ના સ્થાને સરકારી વહીવટદારોની નિમણૂંક કરાઇ અથવા તો તેમના હાથમાં સત્તા આવે તેવી સંભાવના જણાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં નગરપાલિકાઓની અને પંચાયતોની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે હાલ તો ભારે અટકળો ચાલી રહી છે. પરંતુ કોઈ નક્કી નથી કરી શકતું કે ક્યારેય ચૂંટણી યોજાશે આ બાબતે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી રહી છે જોકે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તેમજ તમામ રાજકીય પક્ષો આવનારી નગરપાલિકા કે પંચાયતોની ચૂંટણી અંગે પોતાના સંગઠન મજબૂત કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે.
ભરૂચ જિલ્લાની નગરપાલિકાના અને પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂરી થવાની તૈયારી…હવે દરેક સ્થાને વહીવટદાર નિમાશેે…???
Advertisement