ગુજરાત રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા આ નગરોમાં કોરોનાના કેસો વધતા રાત્રી કરફ્યુ નો અમલ છે. ત્યારે હજી પણ કોરોના કાબુમાં ન આવતા અન્ય વિકલ્પો વિચારાય રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસો વધતા તેમજ મોતનો આંકડો પણ વધતા લોકોમાં આફવા ફેલાય છે કે ભરૂચ માં પણ રાત્રીનો કરફ્યુ અથવા તો લોકડાઉન નંખાય તેવી શક્યતા છે અલબત આ લોકોમાં વહેતી વાતો છે તેમ છતાં ભરૂચ જિલ્લામાં કોરોના સતત વધી રહ્યો છે તે બાબત જોતાં આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા આગવા અને અસરકારક પગલાં ભરવામાં આવે લોકમાંગ ઉભી થઈ છે. હાલ તંત્ર દ્વારા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જન જાગૃતિ અંગે વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે જેમાં વાહનો દ્વારા પ્રસાર-પ્રસાર પણ થઈ રહ્યો છે.
Advertisement