.



::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના શેરપુરા નજીક આવેલ બાયપાસ ઓવર બ્રિજ પાસે સાંજ ના સમયે મોપેડ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક મહિલા નું મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક બાળક ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો………
જયારે અવાર નવાર ભરૂચ દહેજ માર્ગ ના બાયપાસ થી દહેગામ ચોકડી સુધી બનતા ગમખ્વાર અકસ્માતો ના બનાવ અને નિર્દોષ માસુમ લોકો થતા મોત ના કારણે સ્થાનિકો માં ભારે રોષ ની લાગણી છવાઈ હતી અને બે ફામ દોડતા વાહનો ઉપર તંત્ર લગામ લગાવે તેમજ સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી માંગ સાથે લોકો એ એક સમયે રસ્તા ઉપર બેસી જઇ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો અને તંત્ર તાત્કાલિક એક્શન માં આવે તેવી માંગ ઉચ્ચારી હતી……..
ઘટના બાદ મોડી સાંજ સુધી સ્થાનિકો ના રોષ ને લઇ ચક્કાજામ થતા ભરૂચ શહેર બી ડિવિઝન સહીત પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રોષે ભરાયેલ લોકો ની રજૂઆત ને સાંભળી મામલા ને થાળે પાડવા ની કવાયત હાથ ધરી હતી………




Advertisement