કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ભરૂચ જીલ્લામાં દિન પ્રતિદિન વધી રહી છે એક સમય એવો હતો જયારે દૈનિક 10 કરતાં ઓછા કોરોના પોઝીટીવ દર્દીઓ ભરૂચ જીલ્લામાં નોંધાતા હતા જેના પગલે લોકોમાં હાશકારાની લાગણી અનુભવાઈ હતી કેટલાક લોકો એમ પણ માની રહ્યા હતા કે હવે કોરોના ભરૂચ જીલ્લામાંથી ગયો પરંતુ આ બાબત સાચી ઠરી ન હતી હાલ ફરી એકવાર કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધવા માંડી છે વધતા જતાં કોરોનાનાં પગલે લોકોમાં ભય વ્યાપી ગયો છે.
અત્યાર સુધી ભરૂચ જીલ્લામાં 3050 કોરોના પોઝીટીવ દર્દી નોંધાય ચૂકયા છે જે પૈકી 2900 દર્દીઓ સાજા થયા છે જયારે 31 દર્દીઓના મોત નીપજયાં છે. હાલ ભરૂચ જીલ્લાની કોવિડ હોસ્પિટલોમાં 119 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં એવું મનાઈ રહ્યું છે કે દિપાવલી પર્વ દરમિયાન ભરૂચ જીલ્લાનાં રહેવાસીઓમાં પર્વનો ઉત્સાહ વધુ જણાયો હતો, બજારોમાં મોટા પાયે ખરીદી, સગા-સંબંધીનાં ત્યાં મુલાકાત તેથી માસ્ક ધારણ ન કરવું અને સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવાના કારણે દિપાવલી પર્વ ભરૂચ જીલ્લાના લોકોને કોરોનાની દ્રષ્ટિએ અધરો પડયો તેમ કહી શકાય તેથી દીપાવલી પર્વ બાદનાં દિવસો પછી હવે કોરોનાનાં કેસો બહાર આવી રહ્યા છે પરંતુ હવે કોરોના પર અંકુશ આવી જશે તેવું કેટલાક લોકો માની રહ્યા છે.