દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચનાં સંયુકત ઉપક્રમે રાજપારડી ગામે મફત માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ સંસ્થાઓ આરોગ્ય, શિક્ષણ, જરૂરિયાતમંદ બહેનોની રોજગારી તેમજ બાળકોના વિકાસ માટે કાર્ય કરે છે. હાલમાં ચાલતા કોરોના મહામારીના સમયમાં સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં એક લાખથી વધારે માસ્ક બનાવવામાં આવ્યા છે. માસ્ક બનાવવાની કામગીરીથી કોરોના મહામારીનાં સમયમાં ભરૂચની બહેનોને રોજગારી મળી રહે તે માટે સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. તારીખ ૨૪ મી નવેમ્બરના રોજ દેસાઈ ફોઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લામાં આવેલ રાજપારડી નગરમાં મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. નગરનાં વિવિધ વિસ્તારોમાં આશરે ત્રણ હજાર જેટલા કોટન માસ્કનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યુ હતુ. સંસ્થા દ્વારા જિલ્લાના અન્ય સ્થળોએ પણ માસ્ક વિતરણના આયોજનો કરાયા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.