ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. આ ટ્રાફીકજામની સમસ્યાની અસર ચારે તરફ થાય છે. હાલમાં સરદાર બ્રિજ પરનાં ખાડાનાં પગલે ટ્રાફીકજામ થયો હોવાની વાતો વહેતી થઈ છે પરંતુ ટ્રાફિક પોલીસનાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય ધોરી માર્ગનાં ખાડા ઉપરાંત અન્ય કારણોસર પણ ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ભરૂચ નજીક ટ્રાફીક જામની સમસ્યા સર્જાતા ધીમેધીમે તેની અસર ચારે તરફ ફેલાઈ છે જેમ કે ટ્રાફીક જામનાં પગલે વાહનોની કતારો ખડી થઈ જતાં ઝાડેશ્વર ચોકડી અને નર્મદા ચોકડીનાં વાહન વ્યવહારને પણ અસર થાય છે તેથી ઝાડેશ્વર ચોકડી અને નર્મદા ચોકડી ખાતે પણ ટ્રાફીકજામની સમસ્યા સર્જાય છે તો બીજીબાજુ શુકલતીર્થ તરફ જતાં માર્ગ પર પણ વાહનોની કતારો ખડી થઈ જાય છે તેમજ વડોદરાથી સુરત તરફ જતા અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા. આમ સરદાર બ્રિજ હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફીક જામની સમસ્યા સર્જાતા તેની અસર ચારે તરફ પડે છે.
ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો…
Advertisement