આજે તા.26/11/2020 નાં રોજ બંધારણ દિન નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 26 નવેમ્બર સંવિધાન દિવસ નિમિત્તે 181 ની ટીમ અને પી.એસ.ઓ. પોલીસ કોન્સ્ટેબલ સાથે રહી આમુખનું વાંચન કરવામાં આવેલ અને પ્રતિજ્ઞા લીધી હતી.
તેમજ બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે બંધારણનાં સિદ્ધાંતો સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો વિષે ચર્ચા કરવામાં આવી હતી અને બંધારણનું આમુખ વાંચી સંભળાવવામાં આવ્યું હતું અને એક આદર્શ નાગરિક તરીકે તેનું પાલન કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. ભારતીય લોકશાહીમાં બંધારણ દ્વારા લોકોને અને જનતાને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારને પાયાના અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ એ ભારતની સામાજિક વ્યવસ્થા માટે એક ગાઈડલાઇન સમાન છે જેની ઉજવણી અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હાલ જેટલા આંદોલનો ચાલે છે તે પૈકી મોટા ભાગના આંદોલનોમાં બંધારણમાં થયેલ સગવડ અને સવલત પૂરી ન પડાતા વિવિધ લોકો અને સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવે છે.
ભરૂચ : એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી…
Advertisement