ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ તરીકે મારૂતિસિંહ અટોદરિયાની નિમણૂક બાદ હાલમાં ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં ઉપપ્રમુખ પદે પ્રતાપસિંહ પરમાર (જંબુસર તાલુકો), અશોક ઝા (નોટિફાઈડ અંકલેશ્વર), દિવ્યેશ પટેલ (ભરૂચ શહેર), દિવ્યજિતસિંહ ચુડાસમા (ભરૂચ તાલુકો), ધર્મેશ પરમાર (ભરૂચ તાલુકો), દક્ષાબેન પટેલ (ભરૂચ શહેર), મનસુખ વસાવા (નેત્રંગ), ફાલ્ગુનીબેન પટેલ (અંકલેશ્વર તાલુકો) જયારે મહામંત્રી પદે નિરલકુમાર પટેલ (ભરૂચ તાલુકો), ફતેસિંહ ગોહિલ (વાગરા), વિનોદચંદ્ર પટેલ (હાંસોટ), મંત્રી પદે રાજેશ પટેલ (ભરૂચ તાલુકો), જિગ્નેશ મિસ્ત્રી (ભરૂચ શહેર), દમયંતિબેન વસાવા (વાલિયા), ભાવનાબેન પંચાલ (નેત્રંગ), કૃપાબેન દોષી (જંબુસર), વંદનાબેન જનોરા (ઝઘડિયા), ઉર્મિલાબેન પઢિયાર (આમોદ), નિશાંત મોદી (ભરૂચ શહેર) જયારે કોષાધ્યક્ષ પદે ગણેશ અગ્રવાલ (અંકલેશ્વર શહેર) ની નિમણૂક કરવામાં આવી છે. આમ પ્રમુખ પદે મારૂતિસિંહ અટોદરિયા, જીલ્લા સંગઠનમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, અને 8 મંત્રી તેમજ 1 કોષાધ્યક્ષની નિમણૂક કરેલ છે એમ ભરૂચ ભાજપા કાર્યાલય મંત્રી મહેશ ભાલિયાએ જણાવ્યું છે.