આજે 26-11-2020 ની સવારે નેતા નહીં પરંતુ મહાનેતા એવાં અહેમદ પટેલનાં નશ્વર દેહને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલનાં કોલ્ડ સ્ટોરમાંથી તેમના માદરે વતન એવાં પિરામણનાં કબ્રસ્તાન ખાતે સ્વ. અહેમદભાઈની ઈચ્છા મુજબ માતા-પિતાની કબરની બરાબર બાજુમાં તેમણે અત્યંત ભાવના પૂર્ણ અને શોક મગ્ન વાતાવરણમાં દફનાવવામાં આવ્યા હતા.
ઉપસ્થિત મોટા ગજાનાં નેતા હોય કે પછી સામાન્ય લોકો હોય સૌ કોઇની આંખોમાં આંસુ સપષ્ટ જણાય આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોમાં કોંગ્રેસનાં અગ્રિમ હરોળનાં યુવા નેતા રાહુલ ગાંધી, કમલનાથ, છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર, એન.સી.પી નાં જયેશ બૉસ્કી, ધારાસભ્ય પી.ડી વસાવા, સંજયસિંહ સોલંકી, મહેશ વસાવા તેમજ અગ્રિમ હરોળનાં એવાં જિગ્નેશ મેવાની, મધુસુદન મિસ્ત્રી, ગુલાબસિંહ રાજપૂત, માનસિંહ ડોડીયા, ગૌરાંગ પંડયા, રાષ્ટ્રીય પ્રવકતા રણજીત સુરજેવાલ અને અન્ય આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લોકલાડીલા રાષ્ટ્રીય નેતા અહેમદભાઇ પટેલની અંતિમ વિધિમાં દેશનાં ખૂણે-ખૂણેથી આગેવાનો પિરામણ ખાતે શોક મગ્ન હૈયે ઉમટી પડયા.
Advertisement