ભરૂચ જીલ્લામાં સરકારી અધિકારીઓ તેમને આપવામાં જનહિતનાં કાર્યો ન કરી લોકોને મોકળું મેદાન આપી રહ્યા છે જેના કારણે ઉદ્યોગો વાયુ એટલે કે ગેસરૂપી કચરો કોઈપણ જાતની ટ્રીટમેન્ટ કર્યા વગર છોડી રહ્યા છે. હાલ ઠંડીના દિવસોમાં જાણકારોના જણાવ્યા મુજબ આવાં વાયુરૂપી કચરો અવકાશમાં વાતાવરણનાં દબાવવાનાં કારણે ભળી જતો નથી જેથી સમગ્ર વાયુરૂપી કચરો વાતાવરણમાં જ ફર્યા કરે છે. હાલમાં જ ઠંડીની તીવ્રતા વધતા ભરૂચ જિલ્લાના અવકાશમાં વાયુરૂપી કચરાની માત્રામાં બમણા કરતાં વધુ વધારો થયો છે જેથી મળસ્કાનાં સમયે દુર્ગંધ અને આંખોમાં બળતરા થાય છે પરંતુ જીપીસીબીનાં અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી દર વર્ષ કરતાં આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી અને સાથે કોરોના મહામારીનાં પગલે વાયુ પ્રદુષણ ખૂબ જોખમકારક સાબિત થઇ રહ્યું છે તેથી દિવસેને દિવસે ભરૂચ જિલ્લામાં અસ્થમા એટલે કે શ્વાસનાં દર્દીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
આવનારા દિવસોમાં ભરૂચ જીલ્લામાં પ્રદૂષણનાં કારણે અસ્થમાનાં દર્દીઓ વધે તેવી સંભાવના…
Advertisement