Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાંડીયા બજાર નજીક મારૂ ફળીયામાં રાત્રીનાં સમયે ધડાકાભેર આગ લાગી…જાણો કેમ ?

Share

ભરૂચ નગરનાં બિગ બજાર પાછળ આવેલ મારૂ ફળિયામાં રાત્રીનાં સમયે ઓચિંતો ગેસનો બોટલ ફાટતા આગ લાગી હતી, મંજુબેન વસાવાનાં મકાનમાં આગ લાગતા મકાનને ખુબ મોટુ નુકશાન થયું હતું.

ભરૂચ નગરપાલિકાના ફાયરબ્રિગેડનાં જવાનોએ ખુબ જહેમત કરી આગને કાબુમાં લીધી હતી. ગેસનો બોટલ ફાટતા મોટો ધડાકો થતાં મહોલ્લાનાં લોકો બહાર નીકળી આવ્યા હતા. એક તબક્કે લોકો એવુ સમજ્યા હતા કે ધરતીકંપ થયો પરંતુ મકાનમાંથી ધુમાડા નીકળતા આગ લાગી હોવાનું જણાયું હતું. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ મકાનમાં રહેલ એક ખાલી અને એક ભરેલા રાંધણ ગેસને ઠંડા કરી આગને સિફત પૂર્વક કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનારા લોકોને દંડ ફટકારતી પોલીસ.

ProudOfGujarat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન કાઢવામાં આવ્યું

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડાનાં કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!