માનવજાતની સેવા એ ઉત્તમ સેવા છે જયારે માસુમ બાળકોની સેવા એ સૌથી ઉત્તમ સેવા છે. આવી જ સેવાનું એક ઉમદા ઉદાહરણ જાણવા મળ્યું છે. આપણા આ સમાજમાં સેવા અંગેના ઘણા ઉદાહરણો જાણવા મળે છે પરંતુ કોઇ નાના શિશુ એટલે કે બાળકોની સેવા કરવામાં આવી હોય તેવા કિસ્સાં ભાગ્યે જ જાણવા મળે છે. પરંતુ તાજેતરમાં ભરૂચ ખાતે નાના બાળકોની સેવા આપી તેમને હૂંફ આપવામાં આવી હોય તેવો એક કિસ્સો જાણવા મળેલ છે.
ભરૂચનાં ધોળીકૂઈ વિસ્તારમાં નાના શિશુઓને ઠડી સામે રક્ષણ મળે તે હેતુસર સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક નાનું બાળક કે જેને શિશુ કહી શકાય તે પોતાના સુખ અને દુઃખ દર્શાવી શકતું નથી. તેના હાસ્ય અને રૂદન પરથી વાલીઓ તેની સંવેદના પારખી શકે છે. હાલ કડકડતી ઠડીમાં ગીતા શાયર (કૃષ્ણ સદા સહાયતે ગૃપ ) દ્વારા ધોળીકૂઈ ભરૂચના વિસ્તારમાં ઠડી સામે રક્ષણ મળી રહે તે માટે 50 જેટલાં ભુલકાઓને સ્વેટર અપાયા હતા. જેથી કડકડતી ઠડીમાં માસુમ બાળકોની વ્હાલસોયી ઉસ્મા ભરી હૂંફ જણાતા બાળકો પણ કિલ્લોલ કરવા માંડયા હતા. નાના બાળકોને સ્વેટર ઉપરાંત લોકડાઉન દરમિયાન સતત 60 દિવસો સુધી ગરીબ માનવીઓના જમવાની વ્યવસ્થા પણ આ ગ્રુપે કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું હતું.