Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દયાદરા ગામ ખાતે રસ્તા બનાવવાનાં મશીન પરથી પડી જતાં એક વ્યક્તિનું મોત નીપજયું.

Share

ભરૂચ તાલુકાનાં દયાદરા ગામ ખાતે રસ્તા બનાવવાનાં મશીન પરથી એક વ્યક્તિ પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવની વિગત જોતાં પંકજભાઈ નરેન્દ્રસિંહ ઉં. 18 રહે. ત્રાલસા. પટેલ ઇન્સ્ટ્રા કલ્ચર લિમિટેડ દહેજ કંપનીમાં એકપ્રેસ વે નું કામ ચાલતું હતું તે વખતે રોડ બનાવનાર પંકજ નરેન્દ્રસિંહ મશીન ઉપરથી નીચે પડી જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવતા તેનું મોત નીપજયું હતું. આ બનાવની તપાસ ભરૂચ તાલુકા પોલીસ કરી રહી છે. ભરૂચ નજીક એકપ્રેસ હાઇવે નજીકનાં કામકાજ દરમ્યાન ઘણા નાનામોટા અકસ્માતોનાં બનાવો બની રહ્યા છે ત્યારે કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય ધ્યાન અને સાવધાની રાખવામાં આવે તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સે ચક્રવાત બિપરજોય માટે સ્પેશિયલ હેલ્પ ડેસ્ક ઊભી કરી

ProudOfGujarat

ભરૂચ તાલકાનાં સેગવા ખાતે પાલેજ પોલીસ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળમાં NRC – CAB ના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વયંભુ બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!