Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ટંકારીયામાં વધતા જતા ચોરીઓનાં બનાવો અટકાવવા સ્થાનિક આગેવાનોએ કરી પોલીસમાં રજુઆત, એક બાદ એક અનેક બનાવોએ ગ્રામજનોને મુકયા ચિંતામાં..!!!

Share

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી ઉપરા છાપરી એક બાદ એક અનેક ચોરીઓની ઘટનાઓ સામે આવી હતી. ગામમાં વસતા એન.આર.આઈ પરિવારો તેમજ અગ્રણીઓનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાઓ ઉપર હાથફેરો કરી પલાયન થતા લોકોની મુશ્કેલીઓ વધી હતી.

હજારો લોકોની વસ્તી ધરાવતા ટંકારીયા ગામ ખાતે 8 થી 10 જેટલી ચોરીઓના બનાવો જાણે કે તસ્કરોને પોલીસ નો ખૌફ જ ન રહ્યો હોય તે પ્રકારે બન્યા છે, કેટલીક ઘટનાઓ તો સીસીટીવીમાં કેદ થવા પામી છતાં તસ્કરો પોલીસ પકડથી દુર રહેતા લોકોએ આ બનાવો અટકાવવા જવું તો ક્યાં જવું જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Advertisement

આજરોજ ટંકારીયા ગામનાં સ્થાનિકો તેમજ સામાજીક અગ્રણી અબ્દુલ કામઠી દ્વારા ભરૂચ એ.એસ.પી ને એક આવેદનપત્ર પાઠવી ગામમાં બનતી ચોરીઓની ઘટનાઓને અટકાવવા પોલીસ પેટ્રોલીંગ સધન બનાવવા તેમજ ચોરીઓને અંજામ આપનાર તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા અંગે રજુઆત કરાઇ હતી, ગ્રામજનોની રજુઆતના આધારે એ.એસ.પી વિકાસ સુંડાએ પોલીસ પેટ્રોલીંગ વધારવા સહિતની બાબતો અંગેનું આશ્વશન આપ્યું હતું..!!!


Share

Related posts

વેજલપુર રાયલ ચોકડી પાસે ટેમ્પામાં લઇ જવાતા બે પશુઓ સહિત એક ઈસમની ધરપકડ કરતી પોલીસ

ProudOfGujarat

ભરૂચ : પોષણ માસ અંર્તગત પાંચમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૨ નિમિત્તે કાકા-બા હોસ્પિટલમાં પોષણ મેળાનું આયોજન કરાયું.

ProudOfGujarat

શહેરાઃ વાઘજીપુર ગામે આવેલી વરસાદી ગટરમા કચરાના ઢગ ખડકાયા સાફસફાઈ ક્યારે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!