(યોગી પટેલ)
ભરૂચ અને અંકલેશ્વર સહીત ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળે ૧૨૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
રોટરી ડીસ્ટીકટ ૩૦૬૦ દ્વારા ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવાના આશય સાથે મલ્ટી વેન્યુ ક્વીઝ બ્રેઈન નિન્જાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અને અંકલેશ્વર ખાતે વિવિધ શાળાના વિધ્યારથીઓએ ભાગ લીધો હતો.
સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ડીસ્ટીકટ ૩૦૬૦ દ્વારા ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટેના પ્રયત્ન રૂપે રોટરી ડીસ્ટીકટ ૩૦૬૦નાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ સ્થળે એક જ સમયે ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેના ભાગ રૂપે ભરૂચ રોટરી કલબ ખાતે પણ આયોજન કરાતા ભરૂચ અને અંકલેશ્વરની કુલ ૮ શાળાનાં ૬૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભરૂચ અંકલેશ્વર ખાતે આયોજિત કવીઝ સ્પર્ધામાં રોટરી કલબના પ્રમુખ, સેક્રેટરી, ઇવેન્ટ ચેરમેન સહીત રોતારે પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.