Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં પનોતા પુત્ર અને રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલ ઝડપથી સાજા થાય તે માટે મહામૃત્યુંજય મંત્રનાં જાપ અને યજ્ઞનું આયોજન કરાયું.

Share

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર અને રાજયસભા સાંસદ અહેમદભાઈ પટેલની નાદુરસ્ત તબિયતનાં પગલે જિલ્લામાં ચિંતાની લાગણી ફેલાઈ ગઇ છે. સાંસદ અને લોકપ્રિય નેતા અહેમદભાઈ પટેલ અનહદ લોકપ્રિયતા ધરાવે છે તેથી તેમની તબિયત ઝડપથી સુધરે તે માટે ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. ભરૂચનાં સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસનાં મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્યસભાનાં સાંસદ અહેમદભાઈ પટેલનાં સ્વાસ્થય અને દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજય મંત્રના જાપ તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં કાર્યોકરો હોદ્દેદારો દ્વારા મહામૃત્યુંજય મંત્રનાં જાપ કરવામાં આવ્યા હતા.

હાલ અહેમદભાઈ પટેલ બીમાર હોય તેમની તબીયત સુધરે તે હેતુસર મહામૃત્યુંજય મંત્રનાં જાપ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણા,વિક્કી શોખી, નાઝુ ફડવાલા,હેમેન્દ્ર કોઠીવાલા, સંદીપ માંગરોલ અને અન્ય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં 36 કલાક દરમ્યાન કુલ કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

નેત્રંગમાં સ્વામીનારાયણ સંપ્રદાય ધ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ટ્રાન્સપોર્ટરો દ્વારા નારી ચોકડી નજીક ચક્કાજામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!