Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સિવિલ રોડથી નવી વસાહત થઈ સ્ટેશન તરફ જતાં રસ્તાનું સમારકામ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી.

Share

ભરૂચ નગરનાં સિવિલ હોસ્પિટલ રોડથી નવી વસાહત સિંધુ નગર થઈ સ્ટેશન તરફનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોમાં રોષની લાગણી ફેલાઇ ગઈ હતી. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તા પરના ઊંડા ખાડા પૂરતા ન હતા પરંતુ તાજેતરમાં આ રસ્તા પરના ઊંડા ખાડાનાં કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠતાં નગરપાલિકાનાં અધિકારી અને પદાધિકારીને રજૂઆત કરવા આવી હતી તે ઉપરાંત વિવિધ માધ્યમોમાં પણ આ રસ્તા અંગે ઉગ્ર રજૂ કરવામાં આવી હતી.

બિસ્માર રસ્તાને કારણે આ રસ્તા પરથી રિક્ષા અને મોટરસાયકલ જેવા વાહનો પસાર થતાં ન હતા તેથી સ્ટેશન રોડ પર ટ્રાફિકનું ભારણ વધી જતાં નાના-મોટા અકસ્માતોનાં બનાવો બનતા હતા પરંતુ તાજેતર આ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવતા આ વિસ્તારનાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઈ હતી. જો આ રસ્તો વ્યવસ્થિત રીતે બનાવાઇ તો આ રસ્તા પરથી ટ્રાફિક વધુ પસાર થઈ શકે તેમ છે તેથી અન્ય રસ્તાઓ પરનો ટ્રાફિક ઓછો થતાં અકસ્માતોની સંખ્યામાં નોંધપત્ર ઘટાડો થાય તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતો ચિંતિત.

ProudOfGujarat

ગાંધીજયંતી વિશેષ: ગોધરામાં પણ આવેલો છે. ગાધીજીએ સ્થાપેલો ગાંધીઆશ્રમ

ProudOfGujarat

ગોધરા જિલ્લા સેવાસદન ખાતે જનરલ બિપીન રાવત સહિતના વીરોનાં માનમાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!