આજરોજ ભરૂચ જીલ્લાનાં ભીલિસ્થાન ટાઈગર સેનાનાં આગેવાનોએ ભરૂચ જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે દુ:માલપોર તાલુકો ઝધડિયા જીલ્લો ભરૂચનાં રહીશ કિરણભાઈ ખાતરિયા વસાવા જેઓ મજૂરી કરી જીવન ગુજારો કરતાં હતા.
તા. 7-11-2020 નાં રોજ દુ:માલપોર ગામે એક ધાર્મિક પ્રસંગમાં કીરણભાઈ ગયા હતા તે સમયે તેમની હત્યાનો મુખ્ય આરોપી સુનિલ સૂકા વસાવાએ તેની સાથે ખુલ્લામાં પોતાની પત્ની સાથે આડા સંબંધનાં વહેમનાં કારણે અચાનક મારક હથિયાર વડે મારામારી કરી હતી તે અરસામાં તેની વિધવા માતા પણ હાજર હતી જે કીરણને બચાવવા જતાં વિધવા માં ને પણ લાકડીનાં સપાટાથી ઇજા થઈ હતી, વધુ મારથી બચાવવા માટે ગામ લોકો વચ્ચે પડયા હતા તો બીજી બાજુ કિરણ વસાવાને માં ની યાતના સહન ન થતાં તે રાત્રિએ કયાંક ગુમ થઈ ગઈ હતો અને બીજા દિવસે મૃત હાલતમાં ગામની સીમમાંથી લીમડાનાં ઝાડ સાથે લટકેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. આ બાબતે ઝઘડિયા પોલીસે કીરણની લાશનો કબ્જો લઈ તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જયારે પોલીસ આ બનાવનાં ફરિયાદી તથા તેના સગા-સંબંધી તથા ગામ લોકોને પોલીસ સ્ટેશનમાં બોલાવી બિનજરૂરી પૂછપરછ કરી છે અને માનસિક ત્રાસ આપી રહી છે જયારે મુખ્ય આરોપી સુનિલ વસાવાને પોલીસ અટક કરતી નથી તેથી તેની અટક કરવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ સુનિલ વસાવાનાં દારૂના ધંધા અંગે પણ આવેદનપત્ર પાઠવવામાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. આવેદનપત્ર આપવા છતાં જો માંગણી પૂરી નહીં થાય તો 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.
ભરૂચ જીલ્લાનાં ભીલિસ્થાન ટાઈગર સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું.
Advertisement