દિપાવલી પર્વ બાદ નવા વર્ષનાં એટલે કે સંવત 2077 નાં વર્ષનાં વેપાર ધંધાની શરૂઆત આજે તા. 19/11/2020 નાં રોજથી ભરૂચ પંથકના વેપારીઓએ કરી હતી. સારા મુહૂર્તમાં નવા વર્ષનાં ધંધાની શરૂઆત કરતાં વેપારીઓએ એવી કામના કરી હતી કે વિતેલા વર્ષમાં કોરોનાનાં કારણે લોકડાઉન અને અન્ય કારણોસર મંદી અને મોંધવારીનાં પગલે ધંધા અને રોજગારમાં જંગી ખોટ આવી હતી પરંતુ નવા વર્ષમાં આવી ખોટ ન આવે તેમજ ધંધામાં બરકત રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. જોકે કેટલાક વેપારીઓ આવતીકાલથી એટલે કે તા. 20/11/2020 નાં રોજથી નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત કરશે એમ જાણવા મળી રહ્યું છે.
Advertisement