Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો.

Share

દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચનાં સ્ટેશન રોડ સ્થિત આવેલ કોંગ્રેસનાં મધ્યસ્થ કાર્યાલય ખાતે સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલ સિંહ રણાએ જણાવ્યુ હતું કે સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન હતા તેઓ લોખંડી મહિલા તરીકેની ખ્યાતિ ધરાવતા હતા. તેમના સમય દરમ્યાન દેશે પ્રગતિનાં સોપાન સર કર્યા હતા. આ પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલ સિંહ રણા ઉપરાંત નગર પ્રમુખ તેજપ્રીત શોખી, પ્રવકતા નાઝુ ફડવાલા, પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર સિંહ રણા, અરવિંદ દોરાવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત.

ProudOfGujarat

અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં આજથી વેક્સિનેશન શરૂ.

ProudOfGujarat

“હેપ્પી બર્થ ડે મમ્મીજી”ની લેખિકા, દિગ્દર્શક અને અભિનેત્રી શેફાલી શાહે પ્રેક્ષકોનો તેમની ફિલ્મની પ્રશંસા અને પ્રેમ માટે આભાર માન્યો!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!