નર્મદામાં પાણી નહિ છોડાય તો આમણાંત ઉપવાસ પર ઉતારવાની ચીમકી
કબીરવડમાં બોટ સુવિધા બંધ થતા પ્રવાસીઓ નારાજ
નર્મદા ઓવારે કાદવ કીચડનું સામ્રાજ્ય
નર્મદા નદીમાં ઓછા નીર થી સામે પારથી આવતા વિદ્યાર્થીઓ શિક્ષણ થી વંચિત
નર્મદા નદીમાં સરકાર દ્વારા ડેમમાંથી પાણી છોડવામાં ન આવતા આજે સંતો, મહંતો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે કબીરવડનાં લોકો નર્મદા જયંતી એ નર્મદામાં પાણી છોડવાની માંગ સાથે ભજ મંડળી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલિલા માં નર્મદા નદી સુકી ભટ્ટ બની રહી છે ત્યારે ભાડભૂત થી જનોર સુધી નર્મદા નદીમાં ઓવારાઓ ઉપર કાદવ કીચડની સામ્રાજ્ય થી નર્મદા પરિક્રમ્મા વાસીઓ નર્મદા સ્થાન થી વંચિત થઇ રહ્યા છે.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં સતત ત્રણ વર્ષથી ડેમમાંથી નિયમ મુજબ પાણીનો પ્રવાહ છોડવામાં આવતો નથી. અને કચ્છ સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડવા માટે ડેમ ઉપર વધુ દરવાજા બનાવી મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરાઈ રહ્યો છે. ડેમમાં પાણી હોવા છતાં નર્મદા નદીમાં સરકાર દ્વારા પાણી ન છોડવામાં આવતા આજે નર્મદા ઓવારે કાદવ કીચડની સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખેડૂતોને નર્મદાનું પાણી પર મળી શકતું નથી ત્યારે ભરૂચ જીલ્લા લોકસભાના સાંસદ મનસુખ વસાવા ભરૂચ ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા સત્તા ઉપર હોવા છતાં તેવોની રજુઆતને પણ સરકાર નજર અંદાજ કરતી હોય તો સામાન્ય પ્રજાનું શું ? ત્યારે સરકારની આડોળાઇના પગલે લાખો ખેડૂતો માછીમારોની રોજગારી ઉપર અસર થઇ રહી છે.
ભરૂચના પ્રવાસન ધામ કબીરવડ ખાતે પણ નર્મદા નદીમાં ઓછા પ્રવાહના કારણે આજે બોટ સુવિધા બંધ કરવાની ફરજ પડી છે ત્યારે બોટ સુવિધા બંધ થતાસામે પારથી શિક્ષન માટે આવતા બાળકો નર્મદામાં ઓછા પ્રવાહ ઓછા પ્રવાહ અને બોટ સુવિધાના અભાવે શિક્ષણ થી વંચિત થઇ રહ્યા છે.
શિક્ષણનું સ્તર ઊંચું લાવવાની વાત કરતી સરકાર ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમોમાં લાખો રૂપિયાનું આધન કરી રહ્યા છે. પરંતુ નર્મદા નદીમાં સમયસર પાણી છોડવામાં આવે તો નર્મદા નદી ને પાર કરીને આવતા વિદ્યાર્થીઓને શિક્ષણ પણ મળી રહે તો જ સાચા અર્થમાં શિક્ષણ ઊંચું જઈ શકે છે.
૨૪ મી જાન્યુઆરી એ નર્મદા માતાજીની જન્મ જયંતિની ઉજવણી સમગ્ર નર્મદા તટે આવેલા આશ્રમો, તીર્થધામ તથા યાત્રાધામો ઉપર સવા લાખ દીવડાની આરતી, હજારો મીટર લાંબી ચૂંદડી અર્પણ કરનાર અને ધામ ધૂમ પૂર્વક નર્મદા જયંતિની ઉજવણી કરવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે નર્મદા નદીમાં ઓછા પ્રવાહને કારણે નર્મદા ઓવારે કાદવ કીચડના સામ્રાજ્યથિ લોકોમાં નારાજગી જોવા મળી છે ત્યારે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવા માટે કબીરવડ, અન્ગારેશ્વરના મહેશ ભાઈ પરમારની આગેવાનીમાંજ ભજન મંડળની સાથે કલેકટર કચેરીમાં બેસી જી નર્મદામાં પાણી છોડવા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.