Proud of Gujarat
FeaturedGujaratINDIA

અખિલ ભારતીય વાલ્મિકી મહાપચાયત યુવામોર્ચા ના ઉપાધ્યક્ષ પદે કમલેશ સોંલકી ની નિમણુક.

Share

ભરૂચ નગરના લાલબજાર વાલ્મિકી સમાજના યુવાન કમલેશભાઈ સોંલકી ની અખિલ ભારતીય વાલ્મિકી મહાપચાયત યુવા મોરચા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમણુક થતાં ભરૂચ જિલ્લા ના વાલ્મિકી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ ગઇ છે. ભરૂચ નગરના લાલબજાર વાલ્મીકીવાસ વિસ્તાર માં રહેતા કમલેશભાઈ કલ્યાણ ભાઈ સોંલકીઍ સમાજ ના હિતમાં કરેલ કાર્યો ને ધ્યાનમાં લઈને આ અતિ મહત્વના હોદ્દા પર તેમની નિમણુક કરવામાં આવી છે. કમલેશભાઈ સોંલકી ઘણા લાંબા સમય થી સમાજની વિવિધ સમસ્યાઓને વાચા આપતાં રહ્યા છે. ખાસ કરીને વાલ્મિકી સમાજના યુવાનો સામે અનેક પડકારો અને સમસ્યાઓ છે આવા પડકાર અને સમસ્યાઓને વાચા આપવામાં અને તેનો ઉકેલ લાવવામાં કમલેશભાઈ સફળ સાબિત થયા છે તેમની આ નિમણુંક ના પગલે સમાજમાં આંનદ ની લાગણી ફેલાઈ ગઇ છે.

Advertisement

Share

Related posts

ખોડલધામ મંદિરનાં સાતમાં પાટોત્સવ નિમિત્તે CM ધ્વજારોહણ કરશે

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડાના કારેલી ગામ પાસેથી પાંચ જુગારીઓને એલ.સી.બી નર્મદાએ ઝડપી લીધા

ProudOfGujarat

ગોધરાના સરદાર નગર ખંડ ખાતે આશ્રમ ભજનાવલીનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!