અંકલેશ્વર IIFL બ્રાંચ ખાતે થયેલ ચકચારી ત્રણ કરોડથી વધુ કિંમતની સોનાની તથા અન્ય રોકડ રકમની લુંટ તેમજ નવસારી જીલ્લાના ચીખલી IIFL બ્રાંચમાં જુલાઇ ૨૦૧૭ માં થયેલ બે કરોડથી વધુ કિંમતના સોનાની લુંટનો ભેદ ઉકેલાયો લુંટમાં વપરાયેલ ફોરવ્હીલ ગાડી, સોનુ, હથિયાર, રોકડ રકમની રિકવરી કુલ રૂા.૨,૭૩,૪૬,૩૦૭ / – નો મુદામાલ કબ્જે કરી ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા.
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા દિવાળીના પાંચ દિવસ અગાઉ તારીખ ૯ નવેમ્બર ૨૦૨૦ માં અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે આશિષ શોપીંગ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફિસમાંથી ચાર અજાણ્યા હિન્દીભાષી લૂંટારુ ઇસમોએ રીવોલ્વર, મોટા છરા સાથે ઘુસી આવી સ્ટાફને રીવોલ્વર તથા છરા બતાવી ભયભીત કરી તેઓની પાસેથી રોકડ રૂપીયા તથા સોનું મુકવાના લોકરના સ્ટ્રોગ રૂમનું ઓ.ટી.પી. મંગાવી સ્ટ્રોગ રૂમનું લોક ખોલી રોકડ તથા સોનુ મળી કુલ રૂા . ૩,૩૨,૦૫,૨૮૫ / – ની મત્તાની લૂંટ કરેલ. આ ગુનાની વિગતો જોતા સંગઠિત ગુના ખોરી કરતી ટોળકી દ્વારા આ ગુનો આચરવામાં આવેલ હોવાનું જણાતા પોલીસ મહાનિરીક્ષક હરીકૃણ પટેલ, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા ગુનાવાળી જગ્યાની તાત્કાલીક વિઝીટ કરવામા આવેલ તથા ભોગ બનનારની પુછપરછ કરી ગુના અંગે સંપુર્ણ માહિતી મેળવી સઘન પ્રયાસોથી ગુનો ડીટેક્ટ કરવા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અંકલેશ્વર ડીવીઝન, IPS પ્રોબેશનર શ્રી અતુલ બેસલ તથા ભરૂચ જીલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કોવોર્ડ નાઓને સુચના આપવામાં આવેલ. આ ઉપરાંત રેન્જની તમામ જીલ્લાની એલ.સી.બી તથા એસ.ઓ.જી.ને આ ગુનો ડીટેક્ટ કરવા મદદમાં મોકલેલ. ઉપરોકત તમામ ટીમો આ અતિ ગંભીર ગુનો ઉકેલી કાઢવા માટે હુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીક્લ અને સી.સી.ટી.વી સર્વેલન્સ દ્વારા પ્રયત્નશીલ હતી. ગુન્હો બન્યાના પ્રથમ ૧૨ કલાકમાં જ જીલ્લા એલ.સી.બી.ના સઘન પ્રયત્નોના ફળ સ્વરૂપે બનાવમાં વપરાયેલ સફેદ કલરની સ્વીફ્ટ ગાડી શોધી કાઢેલ તથા ગાડીનો નંબર મળેલ. પોકેટ કોપની મદદથી આ મોટરકારના વપરાશકર્તા સુધી પોલીસ પહોંચી હતી અને આ બનાવના આરોપીઓ જેમાં 1) મોહસીન ઉર્ફે ઈમ્તિયાઝ ગુલામ મુસ્તફા રહે. ગ્રીન પાર્ક સોસાયટી જહાંગીર પુરા રોડ સુરત 2) મોહમ્મદ અલી ઉર્ફે હુસેન ગુલામ નાખુદા રહે. લીમડાઓલી સ્ટ્રીટ રાંદેર સુરત 3) મોહસીન ઉર્ફે મુસ્તુફા જીલાની ખલીફા રહે. રહેમત નગર સોસાયટી સુરત 4) સલીમ ઉર્ફે અબ્દુલ સિદ્દીકખાન રહે.ઝીલમિલ રો હાઉસ સાઈનાઈડ ફેક્ટરી નજીક ઓલપાડ સુરત આ ચાર આરોપી ઝડપાયા હતા. જેની સધન તપાસ LCB પોલીસે કરી હતી. તપાસ દરમ્યાન આરોપીઓએ 9 દિવસ પહેલા થયેલા IIFL બ્રાન્ચ અંકલેશ્વરમાં થયેલ લુંટની તેમજ આજ કંપની નવસારી લુંટની કબુલાત કરી હતી. આરોપીઓ પાસેથી સોનુ કુલ વજન 5863.69 ગ્રામ, કુલ કિંમત રૂ.2,52,22,557, રોકડ રૂ.13,53,050, સ્વિફ્ટ ગાડી, દેશી બનાવટનો તમંચો રૂ.5000, મોબાઈલ નંગ 5 કિં.રૂ. 65,000, રેમ્બો ચપ્પુ રૂ.200, ઈલેક્ટ્રીક વજન કાંટો રૂ.500 મળી કુલ રૂપિયા 2,73,46,307 ની મત્તા પોલીસે રિકવર કરી હતી. જયારે ૭૦૦ ગ્રામ જેટલું સોનુ આરોપીઓએ 30 લાખમાં વેચ્યું હતું જે પૈકી 12 લાખ રૂપિયા આરોપીઓ પાસેથી કબજે કર્યા જયારે 18 લાખ રૂપિયા કબ્જે કરવાના બાકી છે.
આ ગુનાની વિગત જોતાં મુખ્ય સૂત્રધાર મોહસીન ઉર્ફે ઈમ્તિયાઝ ગુલામ મુસ્તફા મલેક વર્ષ ૨૦૧૧ માં સાઉથ જોન વાપી ખાતે IIFL ગોલ્ડ લોનમાં રિકવરી મેનેજર તરીકે એક વર્ષ સુધી નોકરી કરી હતી જેથી આરોપી IIFL ગોલ્ડ લોનની બેંકની તમામ કાર્યશૈલીથી વાકેફ હતો. બીજો આરોપી સલીમ અગાઉ પ્રોહિબિશન તથા મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયો હતો આ બે આરોપીઓએ બીજા બે આરોપીઓની મદદ લીધી હતી.આમ ચારે આરોપીઓએ કામ કરી આ લૂંટને અંજામ આપી હતી. આરોપીઓ દ્વારા IIFL અંકલેશ્વર ની રેકી કરી હતી. ત્યારબાદ તેઓ ભરૂચની IIFL માં લૂંટ કરવાના હતા પરંતુ પોલીસની સધન તપાસ ચાલતી હોય આરોપીઓએ આ લૂંટ અંગેનો ઈરાદો મુલતવી રાખેલ હતો. આરોપીઓએ અંકલેશ્વર, ચીખલી, વગેરે લૂંટના બનાવોમાં સંડોવાયેલા હોવાનું કબૂલ કર્યુ હતુ.
ભરૂચ : અંકલેશ્વર IIFL ની બ્રાંચમાંથી 3.29 કરોડનાં સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો… જાણો વધુ.
Advertisement