દર વર્ષની જેમ આ વર્ષે ભરૂચ જીલ્લાનાં વેપારીઓએ દિપાવલી પર્વ બાદ લાભ પાંચમ સુધી પોતાની દુકાનો બંધ રાખેલ છે જેના પગલે ભરૂચનાં કતોપોર દરવાજા, ચકલા, દાંડિયા બજાર જેવા વિસ્તારોમાં દુકાનો બંધ રહેવાથી બજારો સુમસામ જણાઈ રહ્યા છે. જોકે પશ્ચિમ વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રહેવાથી આ વિસ્તારોમાં ચહલ-પહલ જણાઈ રહી છે તે સાથે ભરૂચ પંથકમાં જીવન જરૂરિયાતને આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે દવા, દૂધ અને અન્ય ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી જણાઈ રહી છે. ભરૂચ જીલ્લાનાં વેપારીઓ લાભપાંચમનાં દિવસે સારુ મુહૂર્ત જોઇ નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત કરશે. હિન્દુ વેપારીઓ દર વર્ષે દિપાવલી બાદ પોતાની દુકાનો બંધ રાખી લાભપાંચમનાં દિવસે નવા વર્ષે ધંધામાં બરકત રહે તેવી પ્રાર્થના સાથે ધંધાની શરૂઆત કરતા હોય છે આવી જ બાબતો ઓફિસર તેમજ અન્ય પેઢીઓ માટે પણ લાગુ પડે છે તેઓ પણ લાભ પાંચમના દિવસે પોતાના નવા વર્ષનાં ધંધાની શરૂઆત કરશે. કોરોના મહામારીનાં પગલે લોકડાઉનના કારણે ઘણા લાંબા સમય સુધી દુકાનો બંધ રહેવાથી વેપારીઓને ધંધામાં ખોટ ગઈ હતી આવી ખોટી આ વર્ષે ના જાય તેમજ વિશ્વમાંથી કોરોનાને કુદરત જાકારો આપે તેવી પ્રાર્થના સાથે લાભપાંચમનાં દિવસે વેપારીઓ નવા વર્ષનાં ધંધા રોજગારની શરૂઆત કરશે.
ભરૂચ : લાભ પાંચમ સુધી વેપારીઓએ દુકાનો બંધ રાખતા બજારો સુમસામ.
Advertisement