કિશોરો પોતાની કરેલ કમાણી ગોસેવા અંગે આપશે.
નૂતન વર્ષનું મીઠુ એટલેકે સબરસ નું વેચાણ કરી થયેલ આવક ને ગોસેવા માટે પાંજરાપોળને આપવાની જાહેરાત ત્રણ બાળકો દ્વારા કરાતા કિશોરોએ સમાજને અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
હાલ શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચુકી છે. તયારે નૂતન વર્ષના પ્રથમ દિવસે ત્રણ કિશોરોઍ ઠડીના મળસ્કાના વાતાવરણ માં સબરસ નું વેચાણ કર્યું હતું આ ત્રણ કિશોરો માં જીતીન છ્ત્રીવાલા , હર્ષ છત્રીવાલા, અને આકાશ માલી નો સમાવેશ થાય છે. ત્રણ કિશોરો ચાલો.. સબરસ.. લઈલો એમ કહીને ગલીએ ગલીએ ફરીને સબરસ એટલેકે નવાવર્ષ ના મીઠુ નું વેચાણ કર્યું. તેમનો આશય અને ભાવના ખુબ ઉંચી હતી. પોતાની ખરી કમાણી નો ઉપયોગ ગૌ માતા ની સેવા માટે વપરાય તેવી તેઓ ઈચ્છા ધરાવતા હતા. સબરસ ના વેચાણના રૂં 380મળ્યા. આ નાણાં પાંજરાપોળ માં જમા કરાવવાની ઈચ્છા વ્યક્ત કરતા પાંજરાપોળ ના કર્તાહર્તા મહેન્દ્ર કંસારા ઍ કિશોરો ની ગૌ સેવાની લાગણી ને બિરદાવી હતી
સબરસની કમાણી પાંજરાપોળ માં દાન આપવાનો નિર્ણય કરતા ત્રણ કિશોરો જાણો વધુ.
Advertisement