હાલ દીપાવલી ના પર્વના દિવસો ચાલી રહ્યા છે તયારે તસ્કરો વધુ સક્રિય બની ગયા હોય તેમ દાણાગલી માં ચાર દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. નગરના કતોપોર ચાર રસ્તા પાસે આવેલ દાણાગલી માં તસ્કરોએ ત્રણ કરતા વધુ દુકાનોને નિશાન બનાવી હતી. કરિયાણાની દૂકાનના માલિક મહંમદભાઇ ના જણાવ્યા અનુસાર તસ્કરો કાજુ જેવા સૂકામેવા થી માંડીને તેલ, સાબુ, ચા, મોબાઈલ અને ચાર્જર વગેરે ચોરી ગયા હતા . કુલ લગભગ રૂં 20હજાર કરતા વધુ મતાની ચોરી થઈ હતી .આ સાથે અન્ય બે દુકાનોમાં પણ ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તસ્કરો દ્વારા સૂકા મેવા થી માડી અનાજ કરિયાણા અને સાબુ તેમજ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી . સ્વાભાવિક રીતે તસ્કરો દ્વારા ચોરેલ સામાન લઇ જવા કોઇ વાહન નો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી સંભાવના છે. વેપારીઓ દ્વારા પોલીસ તત્ર નું સઘન પેટ્રોલિંગ કરાય તેવી માંગ કરવામાં આવી છે. નવાઈની બાબત ઍ છે કે ચોરીના બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ નથી.
ભરૂચ ના કતોપોર દાળાગલી સ્થિત કરિયાણા ની દુકાન અને અન્ય ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા.
Advertisement