દીપાવલી પર્વની રાત્રીએ ભરૂચ પથક માં આગ ના ચાર જેટલાં મોટા બનાવો બન્યા હતા. જેમાં જંગી નુકશાન થયું હતું જોકે કોઇ જાનહાની થઈ ન હતી આ ચાર આગના મોટા બનાવો ઉપરાંત અન્ય નાની મોટી આગજની પણ થઈ હોવાની વિગતો સાંપડી રહી છે. ફાયર બ્રિગેડ ના સૂત્રો ના જણાવ્યા અનુસાર દીપાવલી પર્વ ની રાત્રી ઍ ચાર જેટલી મોટી આગના બનાવો બન્યા હતા. સૌથી મોટી આગ રાત્રીના 3 વાગ્યાં ના અરસામાં ભરૂચ નજીક ઝાડેશ્વર રોડ પર આઇનોક્સ ની સામે લાગી હતી. રેડીમેડ કપડાં અને પ્લાસ્ટિક ના સેલ માં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેતલા આપા ટી સ્ટોલ અને અન્ય વિસ્તાર તેમજ નાની મોટી દુકાનોને પણ લપેટમાં લીધી હતી. આગના આ બનાવમાં જંગી નુકશાન થયું હતું. જોકે ફાયર બ્રિગેડ ના જવાનોએ સમયસરની કામગીરી કરી આગને કાબુમાં લીધી હતી.
જયારે અન્ય આગના બનાવ ની વિગતો જોતા નર્મદા કોલેજ તવરા પાસે આવેલ આર.કે રેસીડેન્સીના 7 માં માળે એ.સી. માં આગ લાગી હતી. રાત્રીના 10.30ના અરસામાં આ બનાવ બન્યો હતો. જયારે ઝાડેશ્વર રોડ પર આવેલ મધુરમ પાર્ટી પ્લોટની બાજુમાં શ્રીજી રેસીડેન્સી ના નવમા માળે ગેલેરી માં રાત્રીના 11વાગ્યાં ના અરસામાં આગ લાગી હતી. જયારે શ્રવણ ચોકડી નજીક નદીની પાર્ક ના કોમન પ્લોટ માં ઘાસમાં રાત્રીના 12વાગ્યાં ના અરસામાં આગ લાગી હતી. સદનસીબે આગના આ બનાવો માં કોઇ જાનહાની કે કોઇ ગંભીર રીતે દાઝ્યું નહતું પરંતુ જંગી નુકશાન થયું હતું. દીપાવલી ની રાત્રીએ નગરપાલિકા ના જવાનોએ ખુબ અસરકારક કામગીરી કરી તમામ આગના બનાવોને કાબુમાં લીધા હતા.
ભરૂચ પથક માં દીપાવલી પર્વની રાત્રીએ ચાર આગના બનાવો નોંધાયા અન્ય નાની મોટી આગના બનાવો પણ બન્યા જાણો વધુ.
Advertisement