બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તાર ના મુખ્ય મથક એવા મહંમદ પુરા વિસ્તાર માં આજ રોજ સાંજ ના સમયે શહેર ના બંમ્બા ખાના વિસ્તાર તરફ થી આવતું એ જી ગળી એમ્તીયર લખેલા પાણી ભરેલ ટેન્કર ના ચાલકે અચાનક બ્રેક ઉપર નો કાબુ ગુમાવતા ટેન્કર મુખ્ય માર્ગ ઉપર ના ડિવાઈડર માં ભટકાયું હતું……
ધડાકા ભેર ડિવાઈડર માં ટેન્કર ભટકાતા એક સમયે સ્થાનિકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ઘટના ના પગલે નજીક માં બેઠેલા લોકો માં ભારે દોઢધામ જેવો માહોલ સર્જાયો હતો જોકે ટેન્કર ચાલક અને રાહદારી ઓને સમગ્ર ઘટના માં કોઈ નુકશાન ન થતા લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો …..
જયારે સમગ્ર ઘટના માં મહંમદ પુરા ના મુખ્ય માર્ગ ઉપર આવેલા ડિવાઈડર ના એંગલો તેમજ ટેન્કર ના આગળ ના ભાગે નુકશાની થઇ હોવાનું જાણવા મળ્યું હતું….
હારૂન પટેલ


