કોરોનાં મહામારીનાં પગલે સમાજમાં ભયની લાગણી ફેલાઈ ગઇ છે ત્યારે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો એ જ એક માત્ર વિકલ્પ રહેલ છે ત્યારે આર એસ ફિટનેસ સ્ટુડિયો દ્વારા સામૂહિક આઉટડોર વર્કઆઉટનું ખુલ્લા પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આર એસ ફિટનેસ સ્ટુડિયો દ્વારા લોકોની ફિટનેસ વધારવા અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કોરોનાનાં સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી આવશ્યક અને અનિવાર્ય છે ત્યારે આર એસ ફિટનેસ ક્લબનાં હર્ષિલ પટેલ અને હેમાંગીબેન પટેલ દ્વારા કોરોના સામે લોકોની ફિટનેસ અને રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Advertisement