ભરૂચ જીલ્લામાં ધીરે ધીરે શિયાળાની ઋતુએ જમાવટ કરી છે જેના પગલે જીલ્લામાં તાપમાન દિન પ્રતિદિન ઘટવા માંડયું છે ઘટતા જતાં તાપમાનને કારણે બપોરનાં સમયે પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર હજી દિન પ્રતિદિન તાપમાન વધુ ઘટતું જશે. હાલ ભરૂચ જીલ્લામાં હવામાનની પરિસ્થિતિ જોતાં તા. 12-11-2020 નાં રોજ મહત્તમ તાપમાન 34 ડિગ્રી હતું જયારે લધુત્તમ તાપમાન 17 ડિગ્રી હતું જયારે આજે તા. 13-11-2020 નાં રોજ મહત્તમ તાપમાન 35 અને લધુત્તમ તાપમાન 20 નોંધાયું હતું. જયારે હવામાન ખાતાની આગાહી મુજબ આવતી કાલે તા. 14 નાં રોજ મહત્તમ તાપમાન 35 અને લધુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી નોંધાય તેવી સંભાવના છે.
Advertisement