Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં સાંસદ અહમદભાઈ પટેલે સૌને દિપાવલી અને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી.

Share

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહમદભાઈ પટેલે સૌને દિપાવલી પર્વ અને નૂતન વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવી છે તેમણે જણાવ્યુ છે કે દિપાવલી પર્વ એ પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે, ચારે તરફ દેશમાં દ્ધેષ, વેરઝેર, અરાજકતા પ્રવર્તી રહી છે ઉપરાંત પ્રવર્તમાન સમયમાં કોરોના સંક્રમણ અને વૈશ્વિક મહામારીને કારણે સર્વત્ર સામાજિક તેમજ આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે આ કપરો સમય પણ આ પર્વનાં પ્રભાવમાં શમી જાય અને લોકો સત્વરે સ્વસ્થ, તંદુરસ્ત બની રહે તેવી કામના કરી છે. વધુમાં અહમદભાઈ પટેલે જણાવ્યુ કે પ્રકાશનાં આ દીપાવલી પર્વ તમામનાં જીવનમાં દિવ્યજ્યોતિની ચેતના પ્રજવલિત કરે અને આમ પ્રજાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને ઉન્નતિ આવે તેમજ સમાજમાં સકારાત્મક વિચારધારા સાથે હતાશરૂપી અંધકાર દૂર થઈ જાય અને તેજસથી સર્વનું આવનારું નૂતન વર્ષ સંપન્ન બને તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

Advertisement

Share

Related posts

તાપી જીલ્લાનાં નવાપુરના લોકોએ વીજકર્મચારીઓને બહાર કાઢી કાર્યાલયને તાળાબંધી કરી…

ProudOfGujarat

અંતરને આસ્થાથી અલંકારીત કરતા શિખવાડતી શૈલી એટલે જ સૂફીવાદ- ડો. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલના ઝરણી સીમના ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!